Sat,16 November 2024,1:18 pm
Print
header

ACB ટ્રેપ- બે પોલીસકર્મીઓએ 2,75,000 રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા- Gujarat Post

પહેલા માંગી હતી 25 લાખ રૂપિયાની લાંચ બાદમાં રૂ. 7 લાખમાં બધુ નક્કિ કરાયું 

અમદાવાદઃ વધુ 2 પોલીસકર્મીઓ લાંચકાંડમાં સપડાઇ ગયા છે, આ વખતે લાંચનો આંકડો મોટો છે, બાદલ પચાણભાઈ ચૌધરી, અ.પો.કો, વર્ગ-3, એલિસબ્રીજ પોલીસ સ્ટેશન અને વિનોદ બાબુભાઈ વાઢેર અ.હે.કો, વર્ગ-3, એલિસબ્રીજ પોલીસ સ્ટેશન, આ બંને પોલીસકર્મીઓએ ફરિયાદીને દમ મારીને 2.75 લાખ રૂપિયા પડાવ્યાં હતા, આરોપી પોલીસકર્મીઓએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં જ લાંચ લીધી હતી

ફરિયાદીની પોતાની નિશ્રેય નામની કંપની છે જે કેપચાની કામગીરી કરે છે જે કંપની એલિસબ્રીજ અમદાવાદમાં છે. કંપનીએ કરેલા ફ્રોડમાં ફરીયાદીની સીધી સંડોવણી અને જવાબદારી છે, તેમ કહીને આ કામના ફરીયાદી વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવાની ધમકી આપી હતી. જો તારે આ કેસમાંથી બહાર નિકળવું હોય તો મોટો વહીવટ કરવો પડશે તેમ કહીને બંને પોલીસકર્મીઓએ લાંચ માંગી હતી.આ લોકોએ 25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અંતે 7 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ, જેમાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હરતા પહેલો લાંચનો હપ્તો 2 લાખ 75 હજાર રૂપિયા લેતા પોલીસકર્મીઓ ઝડપાઇ ગયા છે. 

ટ્રેપિંગ અધિકારી સી.યુ.પરેવા, પીઆઇ, અમદાવાદ શહેર એસીબી, સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી, અમદાવાદ એકમ અને તેમની ટીમે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમે તમને જણાવી દઇએ કે છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલીસમાં એક પછી એક મોટા તોડકાંડ સામે આવી રહ્યાં છે.ત્યારે જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch