Sat,16 November 2024,1:18 pm
Print
header

ફેબ્રુઆરીના અંતિમ દિવસે ACB નો સપાટો, 1 લાખ 60 હજાર રૂપિયાની લાંચનો પર્દાફાશ- Gujarat Post

અમદાવાદઃ એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધો છે, જયેશ સોમાભાઈ પટેલ, સર્વેયર, વર્ગ-3, મોજણી ભવન, ભીમજીપુરા, અમદાવાદને 1 લાખ 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો છે. આરોપીએ નીલકમલ ફાસ્ટફૂડ, કીટલી સર્કલ, અખબારનગર ચાર રસ્તા પાસે આ લાંચની રકમ સ્વીકારી હતી.

ફરિયાદીને ખેતીલાયક જમીન પૈકી જૂના સર્વે નંબરમાં જમીન 3-13-63 હે.આર.ચો.મી. હતી, જે જમીનની સરકારશ્રીએ સને 2010 માં જમીન માપણી કરેલી. જેથી આ સર્વે નંબરમાં નવો સર્વે નંબર આવેલો હતો.નવા સર્વે નંબરમાં જમીન 3-24-45 હે.આર.ચો.મી. જોવા મળેલી હતી.આ જમીન માપણીમાં સરકાર શ્રીની શરતચૂકથી 11 ગુંઠા જમીનનું માપ વધી ગયેલું, જેમાં સુધારો કરવા આરોપીએ 1 લાખ 80 હજાર રૂપિયા માંગ્યા હતા.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, જેમની ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરેલું જેમાં આરોપી 1 લાખ 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે. ટ્રેપીંગ અધિકારી કે.પી.તરેટીયા,પીઆઇ, અમદાવાદ શહેર એસીબી, સુપર વિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી, અમદાવાદ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch