Mon,18 November 2024,11:59 am
Print
header

ACBની કાર્યવાહી, કલોલના નિવૃત મામલતદાર વિરમ દેસાઇ સામે રુ. 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ

ACB ના ઇતિહાસમાં સૌથી વધારે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો

અમદાવાદઃ કલોલના નિવૃત મામલતદાર વિરુધ્ધ અપ્રમાણસર મિલકત (disappropriate assests)ની તપાસમાં એસીબીને જે માહિતી મળી છે તેને લઇને ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં છે. તેમણે તેમની ફરજના સમયગાળા દરમિયાન રુપિયા 24.98 કરોડની આવકના પ્રમાણમાં  55.45 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.  રુપિયા 30.47 કરોડની વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હતી. કુલ આવક(income) ની સરખામણીમાં 122 ટકા વધુ ખર્ચ કર્યો હતો.

એસીબીને તપાસમાં જાણવા મળ્યું હતુ કે તારીખ 1 એપ્રિલ 2004થી 31મી માર્ચ 2020 સુધીના સમયગાળામાં રુપિયા 5.48 કરોડની રોકડ તેમના વિવિધ બેંક એકાઉન્ટ (bank account)માં જમા કરાવી હતી.તેમજ પરિવારજનોના નામે મિલકતો ખરીદી હતી. પરિવારજનોના એકાઉન્ટમાંથી રુપિયા 4.61 કરોડ જેટલી રકમથી વિદેશી હુંડીયામણ સ્વરુપે ટ્રાન્સફર કરીને વિદેશમાં ધંધાકીય રોકાણ કર્યું હતુ. જેને આધારે ભષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 12, 13 (1) અને 13 (2) મુજબ ગુનો નોધીને કાર્યવાહી કરવામાં આવી છે. 

આ કેસ એસીબી (ACB)ના ઇતિહાસમાં અપ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ છે હાલ નિવૃત મામલતદાર વિરમ દેસાઇ ગાંધીનગર ખાતે રહે છે. તેમની વધુ પણ પૂછપરછ કરવામાં આવશે. તેમણે નોકરી દરમિયાન તેમના પર અનેક આક્ષેપ થયા છે. આ કેસ આમ 2021નો સૌથી મોટો કેસ અને ચર્ચાસ્પદ કેસ બન્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch