Sat,21 September 2024,1:07 am
Print
header

રૂ.1.50 લાખની ACB ટ્રેપ- કપરાડામાં બે પોલીસ કોન્સ્ટેબલ માટે લાંચ લેનારો શખ્શ ઝડપાયો- Gujarat Post

દોઢ લાખની લાંચ લેનારો સયાજી સામજી ગાયકવાડ ઝડપાયો

બે પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયા

વલસાડઃ કપરાડામાં એસીબીએ મોટી લાંચનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા વચેટિયા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નાનાપોંઢા પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ વતી રૂ.1.50 લાખની લાંચ લેતા આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ યોગેશ માહલા અને અતુલ પટેલ ફરાર થઇ ગયા છે.

પ્રોહિબિશનના કેસમાં નામ નહીં ખોલવા ફરિયાદી પાસેથી લાંચિયા કોન્સ્ટેબલોએ દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદી અને તેમના ભાઈ સામે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવ્યું હતું. જે સ્વિફ્ટ કાર ફરીયાદીના પત્નીના નામે રજીસ્ટર હોય, જેથી ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતિ નહીં કરવા માટે આ કામના ફરિયાદી પાસે લાંચ માંગવામાં આવી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારીને બીજા આરોપી સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી. ત્યારે જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.

ટ્રેપિંગ અધિકારીઃ કે.આર.સક્સેના,
પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટેશન

સુપરવિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી,
મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch