Sat,16 November 2024,7:30 pm
Print
header

વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ કર્યાં બાદ ગુજરાત સરકારે બીજા બે મોટા કાર્યક્રમ કર્યાં રદ્દ- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ (Gujarat Vibrant Summit 2022) રદ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ  અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો (Ahmedabad Flower show) અને પતંગોત્સવ (kite festival 2022) પણ રદ કરી દેવામાં આવ્યાં છે.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપપ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે.

રાજ્યમાં કોરોનાનો કહેર

રાજ્યમાં કોરોના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે બુધવારે નવા 3350 કેસ નોંધાયા હતા. બુધવારે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે બે મોત પણ થયા છે. ત્યારે હવે રાજ્યની ભાજપ સરકારે સાવચેતીના પગલારુપે અનેક કાર્યક્રમો રદ્ કર્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch