અમદાવાદ સહિતના દેશના અનેક શહેરોમાં એટીએમમાંથી લાખો રુપિયાની ઉઠાંતરી કરી હોવાનો ખુલાસો
અમદાવાદઃ કેનેરાબેંક (Canara bank) ગાંધી આશ્રમ શાખાના એટીએમની કોમ્પ્યુટર સિસ્ટમ (ATM Computer system) સાથે ચેડાં કરીને સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન ક્લોન ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ કુલ 81 ટ્રાંજેકશન કરીને એટીએમ મશીનમાંથી કુલ રુ.8,80,000 ની રકમમ ઉપાડી લઈ બેંક સાથે છેતરરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઇમ (cyber crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે સંદર્ભમાં સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરીને તપાસ સોંપવામાં આવી હતી.ચોક્કસ માહિતી અને ટેકનીકલ સર્વેલન્સને આધારે પોલીસને માહિતી મળી હતી કે હરીયાણાના પલવલ ખાતે આ પ્રકારની છેતરપિંડી કરતી ગેંગ કાર્યરત છે તેમના દ્વારા જ અમદાવાદમાં આ છેતરપિંડી કરવામાં આવી છે. જેને આધારે સાયબર ક્રાઇમના પીએસઆઇ કે આર પરમાર અને તેમની ટીમને હરિયાણાના પલવલ ખાતે મોકલવામાં આવી હતી, ત્યાં પલવલ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી . જ્યાં લોકેશનને આધારે પોલીસે પલવલના મોહનનનગરથી મોહમંદ રસીદ નિયાઝ મહંમદને પકડી લીધો હતો.પોલીસને તેની પાસેથી પોલીસને મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ અને પાસબુક મળી હતી.મોહંમદ રસીદ સાથે અન્ય આરોપીઓ પણ સક્રિય હતા.
જો કે પોલીસના દરોડાના માહિતી મળતા અન્ય આરોપી ફરાર થઇ ગયા હતા. મહંમદ રસીદની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી હતી કે એટીએમ કાર્ડ (ATM Card)થી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરતા હતા અને જે સમયે પૈસા આઉટર બોક્ષમાં આવે ત્યારે એટીએમમાંથી નાણાં લઇ લેતા હતા. જેના કારણે એટીએમના આ વ્યવહારની એન્ટ્રી નહોતી પડતી બેંકમાંથી પણ તે નાણાં પરત લેતા હતા.આમ અમદાવાદમાં કેનેરા બેંકના એટીએમમાંથી કુલ 81 ટ્રાન્ઝેક્શન કરીને 8 લાખ જેટલી રકમ ઉપાડી હતી.અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરો અન્ય રાજ્યોમાં આ મોડ્સ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી કરીને લાખો રુપિયાનો ચુનો બેંકને લગાડ્યો હતો.આમ અમદાવાદ સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. મોહમદ રાશીદ નિયાઝ મોહમદ પલવલ રેલ્વે સ્ટેશન પાસે પોતાની કરીયાણાની દુકાન ચલાવે છે. ઉપરાંત આરોપીએ ફરીદાબાદ યુઇઆઇ ગ્લોબલ ઇસ્ટીટ્યૂટથી સેફ કેટરીંગમાં હોટલ મેનેજમેંટની ડીગ્રી મેળવેલ છે બાદમાં ગોવાના પંજીમાં માંડવી હોટલમાં તેમજ પલવલ ખાતે પોશ હોટલમાં સેકડ સેફ તરીકે નોકરી પણ કરી હતી. જો કે આ પ્રકારની છેતરપિંડીથી શોર્ટ કટમાં લાખો રુપિયા કમાવવા મળતા તેણે નોકરી છોડી દીધી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22