Fri,01 November 2024,3:07 pm
Print
header

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની આઠમી યાદી કરી જાહેર, માતરથી મહિપતસિંહ ચૌહાણ અને દહેગામથી યુવરાજસિંહ જાડેજાને આપી ટિકિટ- Gujarat Post

આમ આદમી પાર્ટીએ 14 ઉમેદવારોના નામ કર્યા જાહેર

જીતુ વાઘાણીની બેઠક પર રાજુ સોલંકી લડશે ચૂંટણી

અમરેલીમાં ધાનાણી vs ધાનાણીનો જંગ જામી શકે છે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ઉમેદવારો જાહેર કરીને આમ આદમી પાર્ટીએ રાજકારણમાં નવો ચિલો ચીતર્યો છે. આજે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે, આજે 14 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. ખેડાની માતર બેઠક પર મહિપતસિંહ ચૌહાણ અને દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.આ બંને લડાયક નેતાઓ ભાજપની ચિંતા વધારી શકે છે.   

અમદાવાદના એલિસબ્રીજથી પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલને ટિકિટ મળી છે. અમરેલીમાંથી રવિ ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણીયા, ભાવનગર ઈસ્ટથી રાજુ સોલંકી, જેતપુર (છોટાઉદેપુર)થી રાધિકા અમરસિંહ રાઠવા, ડભોઈથી અજીત ઠાકોર, વડોદરા શહેરથી ચંદ્રિકાબેન સોલંકી અને અકોટાથી શશાંક ખેરેને ટિકિટ મળી છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજુ સોલંકીને ટિકિટ મળી છે. તેઓ ભાવગનરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ટક્કર આપી શકે છે. વાઘાણી ભાવનગર વેસ્ટ પરથી ધારાસભ્ય છે. માતર અને દહેગામની બેઠક પણ ભાજપ માટે માથાનો દુખાવો બનશે તે નક્કિ છે નોંધનિય છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 108 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે, આગામી દિવસોમાં બીજી બેઠકો પર પણ ઉમેદવારોના નામ જાહેર કરાશે.

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch