Sat,16 November 2024,10:24 am
Print
header

ગુજરાતના આ 4 મોટા શહેરોમાંથી જ અભયમ 181 હેલ્પલાઈનને મળે છે 40 ટકા કોલ- Gujarat Post

(File photo)

  • 2014માં મહિલા દિવસે અભયમ 181 હેલ્પલાઈન લોન્ચ થઈ હતી
  • અત્યાર સુધીમાં 9.8 લાખ કોલ મળ્યાં
  • 2022ના પ્રથમ બે મહિનામાં 25,292 કોલ મળ્યાં
  • મોટાભાગના કેસ ઘરેલું હિંસાના

અમદાવાદઃ આંતરરાષ્ટ્રી મહિલા દિવસની (international women’s day) ઉજવણી વચ્ચે ગુજરાતમાંથી (Gujarat)એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.વર્ષ  2022ના પ્રથમ 59 દિવસમાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) અભયમ 181ને (abhyam 181) તમામ જિલ્લાઓમાં મળી 25,292 કોલ મળ્યાં છે. એટલે કે દર કલાકે 18 કોલ મળ્યાં છે. કુલ કોલમાંથી 40 ટકા કોલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી જ છે.

181 હેલ્પલાઈન 2014માં મહિલા દિવસે લોન્ચ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 9.8 લાખથી વધારે કોલ મળ્યાં છે. આ કોલનું વિશ્લેષણ કરતાં 38 ટકા કોલ ઘરેલું હિંસાના છે. 6 ટકા પજવણી અને 3 ટકા લગ્નેત્તર સંબંધોના છે. આજે દરેક જિલ્લામાં અભયમ કાઉન્સેલરની એક ટીમ છે.જે કોલનો જવાબ આપે છે, પોલીસ ટીમ સાથે નજીકના સ્થળની મુલાકાત પણ લે છે.

અભયમના ઓફિસરના કહેવા મુજબ, મુખ્ય શહેરોમાં વધારે કોલ મળવાનું કારણ મહિલાઓમાં આવેલી જાગૃતિ છે. 2022માં હેલ્પલાઈન પર દરરોજ ઘરેલું હિંસાના 201 કોલ, હેસેરમેન્ટના 48 કોલ, લગ્નેત્તર સંબંધના 19, છેડતીના 8 કોલ મળે છે. તેના પરથી એ નક્કિ છે કે રાજ્યમાં મહિલાઓની સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch