Fri,20 September 2024,11:18 pm
Print
header

મેઘરજમાં ACB ની ટ્રેપ- આ ગામના તલાટી 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા

અરવલ્લીઃ વધુ એક સરકારી કર્મચારી એસીબીના છટકામાં આવી ગયા છે. મેઘરજના ઇપલોડા ગામના તલાટીએ 1500 રૂપિયાની લાંચ લીધી અને તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. મોડાસા જિલ્લા સેવા સદન સામે જ તેઓ લાંચ લેતા ઝડપાઇ ગયા છે. હર્ષદ લક્ષ્મણભાઇ રાઠોડ, તલાટી કમ મંત્રી (વર્ગ-3) ઇપલોડા ગ્રુપ ગ્રામ પંચાયત, તા- મેઘરજ, જિ-અરવલ્લીને એસીબીએ ઝડપી લીધા છે અને તેમની પાસેથી લાંચની રકમ રિકવર કરવામાં આવી છે.

ફરિયાદીને ત્યાં ખેતમજૂરી કરતા વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાયની રકમ મંજુર થયેલી હતી. જે પૈકી સહાયની પ્રથમ તથા બીજા હપ્તાની રકમ મળેલી હતી. સહાયના ત્રીજા હપ્તાની રકમ મેળવવા માટે ફરિયાદીએ તલાટીનો સંપર્ક કર્યો હતો. સહાયના બીજા હપ્તાની રકમ મળેલી હતી તે પેટે રૂ.1500 અને સહાયના ત્રીજા હપ્તાની રકમનો અભિપ્રાય આપવા અને સહી, સીક્કા કરી આપવા 1000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

કુલ 2500 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેમાં 1000 રૂપિયા પહેલા લઇ લીધા હતા અને આજે બીજા 1500 રૂપિયાની માંગણી કરાઇ હતી, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને જેને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. હાલમાં એસીબીએ આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી: એચ. પી. કરેણ, પોલીસ ઇન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પો.સ્ટેશન, મોડાસા

સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર,
મદદનિશ નિયામક, ગાંધીનગર એ.સી.બી.એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch