Sat,16 November 2024,7:21 pm
Print
header

ACB એ ST વિભાગના અધિકારીને રૂપિયા 10 હજારની લાંચમાં ઝડપી લીધા, જાણો વધુ વિગતો

વલસાડઃ એસીબીએ( GUJARAT ACB) વધુ એક ભ્રષ્ટ કર્મચારી સામે કાર્યવાહી કરી છે, ક્લાસ-2 અધિકારી દિલીપ વાઘજીભાઇ ચૌધરી, ડિવીઝનલ કંટ્રોલર, વિભાગીય નિયામક એસ.ટી. વિભાગીય કચેરી, વલસાડ સામે કાર્યવાહી કરી છે અને 10 હજાર રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વલસાડ વિભાગ વિભાગીય કચેરીમાં ડીસીની ચેમ્બરમાં જ લાંચની આ રકમ લીધી હતી.

ફરીયાદી તથા તેમના સહ કર્મચારીની ખાતાકીય તપાસ આરોપી અધિકારી ચલાવતા હતા. આ ખાતાકીય કેસની પતાવટ કરીને ઓછામાં ઓછો દંડ કરવાના અવેજ પેટે આરોપીએ ફરીયાદીના રૂપિયા 5 હજાર તથા તેમના સહ કર્મચારીના રૂપિયા 5 હજાર મળીને કુલ રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, ફરીયાદીને આધારે લાંચના છટકાનું આયોજન કરાતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી ત્યારે જ એસીબીએ ટ્રેપ કરી નાખી હતી.

ટ્રેપીંગ અધિકારી એન.કે.કામળીયા, પો.ઇન્સ, નવસારી એસીબી, સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને એસીબીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch