Sat,16 November 2024,11:53 am
Print
header

ACB એ ચિખલીમાં 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશ, આવી રીતે પાર પાડ્યું ઓપરેશન- Gujarat Post

નવસારીઃ એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક લાંચકાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે, મનોજ રામદાસભાઇ ગાયકવાડ (ખાનગી વ્યકતિ) અને રોનક શર્મા (ખાનગી વ્યકતિ) પર એસીબીએ સકંજો કસ્યો છે.ચીખલી રેફરલ હોસ્પિટલના કંપાઉન્ડમાં પીએમ રૂમ પાસે 2 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી.

ફરીયાદી ગણેશ કંટ્રકશન નામથી ખુંધગામ ચીખલી સાહેદોનાં સંયુકત માલિકીની જમીનમાં સિમેન્ટ આર્ટીકલ પ્રોડકટ બનાવવાનુ કામ શરૂ કરવાના હતા, જેમાં વાંધા પ્રમાણપત્ર ખુંધ ગ્રામ પંચાયતનાં સરપંચ તથા ઉપસરપંચ પાસેથી લેવાનું હોવાથી આ કામનાં આરોપીએ ગ્રામ પંચાયતનાં સરપંચ તથા ઉપસરપંચનું કામ હું કરી લઇશ તેમ કહ્યું હતુ.

આ કામની અવેજ પેટે સરપંચ તથા ઉપસરપંચનાં નામે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીએ આરોપીને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે. મનોજ રામદાસભાઇ ગાયકવાડે સરપંચ સાથે વાત કરાવવાનું કહીને રોનક શર્મા સાથે મોબાઇલથી વાત કરાવી હતી. તે સમયે જ મનોજને લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

એસીબીએ મનોજની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. ટ્રેપિંગ અધિકારી, કે.જે.ચૌધરી, પીઆઇ, નવસારી એસીબી, સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. આ લાંચકાંડમાં સરપંચ અને ઉપસરપંચની ભૂમિકાને લઇને પણ તપાસ થઇ રહી છે.કારણ કે હાલમાં એવું સામે આવ્યું છે કે રોનક શર્મા નામનો શખ્સ કોઇ હોદ્દા પર નથી, શક્યતા એવી પણ છે કે સરપંચે આ લોકોને રૂપિયા લાવી આપવાનું કામ આપ્યું હતુ, આ તમામ બાબતો પર તપાસ ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch