Sun,17 November 2024,12:32 am
Print
header

રૂપિયા 1500 ની લાંચ, ACB એ રેલવેના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા

એસીબીની સક્રિયતાથી નાગરિકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો

 

અમદાવાદઃ એસીબીએ રેલવેના બે કર્મચારીઓને રૂપિયા 1500ની લાંચમાં ઝડપી લીધા છે. રૂપેશગીરી મનોહરગીરી ગોસ્વામી, આસિ. હેલ્પર, (ઇલેક્ટ્રીશિયન) વર્ગ-4 નોકરી - રાજધાની એક્સપ્રેસ વેસ્ટર્ન રેલ્વે ઝોન, અમદાવાદ ડિવિઝન અને કમલેશ રાધેશ્યામ શર્મા, ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેટર, વર્ગ-3 (ડે. સી.ટી.આઇ.) નોકરી- વેસ્ટર્ન રેલ્વે ઝોન, અમદાવાદ ડિવિઝનને લાંચ લેતા પકડી લેવાયા છે. એસ.ડી.ચૌધરી, પીઆઇ, ગાંધીનગર એસીબી આ કેસમાં ફરિયાદી બન્યાં હતા.

રાજધાની એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદથી દિલ્લી જતી હતી ત્યારે મહેસાણા રેલ્વે જંક્શન પર આરોપીઓને ઝડપી લેવાય છે. ગાંધીનગર એસીબીને ખાનગી રાહે એવી હકીકત મળીલી કે અમદાવાદથી અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં જતી ટ્રેનોમાં ટી.ટી, ટી.સી, આર.પી.એફ. તથા રેલ્વે પોલીસના અઘિકારી/કર્મચારીઓ દ્વારા ટિકિટ ન લીધેલી હોય તેવા પેસેંજરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ લાંચની માંગ કરાતી હતી.

જેમાં ડિકોય લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, આરોપીઓએ રાજધાની એકસપ્રેસમાં મહેસાણા-પાલનપુર જઇ રહેલા ત્રણ વ્યક્તિઓ પાસેથી 500 લેખે 1500 રૂપિયાની લાંચ લીધી હતી. જેમાં બંને આરોપીઓ લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા છે.

એસ.ડી.ચૌધરી, ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન,સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, એસીબી એકમ ગાંધીનગર અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch