Mon,18 November 2024,11:10 am
Print
header

ACB નો સપાટો, રાજકોટમાં GST અધિકારી રૂ.20 હજારની લાંચ લેતા ઝડપાયા, જાણો વધુ વિગતો

રાજકોટઃ એસીબીએ રાજ્ય વેરા અધિકારી વર્ગ-1 ને 20 હજાર રૂપિયાની લાંચ સાથે ઝડપી લીધા છે, મનોજ મનસુખલાલ મદાણી, ઇન્ચાર્જ રાજય વેરા અધિકારી, યુનિટ 92, રાજકોટમાં નોકરી કરે છે આરોપી અધિકારીએ ઓફિસમાં જ લાંચ લીધી હતી, ફરીયાદીની ખાનગી પેઢીને કચેરી તરફથી વેલ્યુ એડેડ ટેક્ષની આકારણી વર્ષ-2016-17 ના ભરાયેલ ટેક્ષના રિફંડના રૂપિયા અંદાજે 9,70,000(નવ લાખ સીત્તેર હજાર) વ્યાજ સહિતના મળવા પાત્ર હોય જે નાણાં ચૂકવવાના હતા, જે મામલે હુકમ બાદ રિફંડ આપવા અધિકારીએ 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેમાં આજે તારીખ 25 જાન્યુઆરીના દિવસે બહુમાળી ભવનના ચોથા માળે આવેલી વાણીજ્ય વેરા કચેરીમાં એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં મનોજ મદાણી 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીના અધિકારી 
મયુરધ્વજસિંહ સરવૈયા-પીઆઇ, એ.પી.જાડેજા, મદદનીશ નિયામક- એસીબીએ મળીને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે, જીએસટી અધિકારી લાંચ લેતા ઝડપાઇ જતા અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch