Sat,16 November 2024,11:59 pm
Print
header

ACB એ દોઢ લાખ રૂપિયાની લાંચમાં આ મહિલા PSI ને સકંજામાં લીધા, એક વકીલની પણ ધરપકડ

તોડ કરનારા મહિલા પીએસઆઇને શોધી રહી છે એસીબીની ટીમ  

વલસાડઃ એન્ટી કરપ્શન બ્યુરોએ વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ વાય.જે.પટેલ પર સકંજો કસ્યો છે. પીએસઆઇ વતી લાંચ લેનારા ખાનગી વ્યક્તિ (વકીલ) ભરત ભગવતીપ્રસાદ યાદવને 1.50 લાખ રૂપિયા રકમ સાથે ઝડપી લીધો છે. આરોપીએ વલસાડ મામલતદાર ઓફિસની બહાર જ દોઢ લાખ રૂપિયાની લાંચની રકમ લીધી હતી, જે એસીબીએ રિકવર કરી લીધી છે.

પ્રોહિબિશનના ગુનામાં બાર માલિકના  ફરીયાદીના પુત્રનુ નામ ખુલતાં ફરીયાદીએ હાઇકોર્ટથી આગોતરા જામીન મેળવેલા હોવા છતાં આરોપી મહિલા પીએસઆઇએ સીઆરપીસી 41(1) મુજબની નોટિસો પાઠવીને ફરીયાદીના પુત્રને હાજર રહેવા તેમજ જરૂરી દસ્તાવેજી માહિતી રજૂ કરવા દબાણ કર્યું હતુ અને ખાનગી વ્યક્તિ મારફતે કેસમાં મદદ કરવાના નામે 1.50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં ખાનગી વ્યક્તિ ઝડપાઇ ગયો છે અને મહિલા પીએસઆઇ ફરાર છે.

એસ.જે.જાડેજા, પીઆઇ, ફિલ્ડ-3(ઇન્ટે.વિંગ) એસીબી, અમદાવાદ, એમ.વી.પટેલ, પીઆઇ (ઇન્ટે.વિંગ), એસીબી, અમદાવાદ અને એન.ડી.ચૌહાણ, મદદનિશ નિયામક, ફિલ્ડ-3, ઇન્ટેવિંગ, એસીબી, અમદાવાદ તથા તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch