Sun,17 November 2024,4:24 pm
Print
header

ACB નો સમગ્ર શિક્ષા અભિયાન(SSA) માં સપાટો, ત્રણ લાંચિયા બાબુઓ 1 લાખ 61 હજારની લાંચમાં ઝડપાયા

ગાંધીનગરઃ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રાજ્યમાં લાંચિયા બાબુઓ પર સપાટો બોલાવી દીધો છે હવે જે વિભાગમાં ભ્રષ્ટાચારના મોટા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે તે સમગ્ર શિક્ષા અભિયાનના બાબુઓ લાંચ લેતા ઝડપાઇ ગયા છે.નિપુણ ચંદ્રવદન ચોકસી, સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર, સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા અભિયાન, વર્ગ-2, ગાંધીનગર, આ અધિકારીને 1 લાખ 21 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો છે.

ફરીયાદીનું સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોયઝ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પેટા કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ થયેલું. જે કામ પેટેના બિલો મંજૂર કરેલા અને તેની અવેજમાં બીલની રકમના 1.25 ટકા લેખે માંગણી કરેલી બાદમાં 1 ટકા લેખે 1,21,000 રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ. જેમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, હવે આરોપી અધિકારી પાસેથી લાંચની રકમ રિકવર કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરાઇ છે.

પાટણના બે કર્મચારીઓ લાંચમાં ઝડપાયા 

વિપુલ મફતભાઇ પટેલ, ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફીસર (આઉટ સોર્સ) સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી અને વિનોદ નરેન્દ્રપ્રસાદ ગોર, ટેકનીકલ રીસોર્સ પર્સન-આઉટ સોર્સ, સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી પાટણ, આ બંને કર્મચારીઓ રૂપિયા 40 હજારની લાંચ લેતા ઝડપાયા છે. આરોપીઓએ પાટણની યોગેશ્વર સોસાયટીના ગેટ નજીક રેલ્વે ગરનાળા પાસે લાંચ લીધી હતી.
 
ફરીયાદી સરકારી બાંધકામ અંગેના પેટા કોન્ટ્રાક્ટ રાખતા હતા, 2019માં ફરીયાદીને સમી અને શંખેશ્વર ખાતે બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ જમીનથી બાંધકામ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ મળ્યો હતો જેમાં બિલો પાસ કરાવવા લાંચ માંગવામાં આવી હતી, અગાઉ 4 લાખ 20 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતા બીજા 64 હજાર રૂપિયાની વારંવાર માંગ કરાતી હતી જેમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આરોપીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

ત્યારે એક જ વિભાગના ત્રણ બાબુઓ એક જ કેસમાં લાંચ લેતા ઝડપાઇ જતા વિભાગના અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે અમે તેમને જણાવી દઇએ કે સમગ્ર શિક્ષા અભિયાનમાં ભ્રષ્ટાચારની બૂમો વધી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch