Sat,21 September 2024,6:00 am
Print
header

ACB ટ્રેપ, ગોધરામાં ફાયર અધિકારી આટલી લાંચની રકમ સાથે ઝડપાયા

તમે પણ ભ્રષ્ટ લોકો સામે એસીબીની મદદ લઇ શકો છો

પંચમહાલઃ મહિસાગર જિલ્લામાં ફાયર અધિકારી લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકની હેડ ઓફિસમાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડેલી હતી. જેની એનઓસી રિન્યૂં કરવા ગોધરા ઈન્ચાર્જ ફાયર અધિકારી, વર્ગ-2, પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીએ રૂ. 30 હજારની લાંચ માંગી હતી. જેમને મહિસાગર એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

ફરિયાદીએ 2021 માં પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડેલ જેની એન.ઓ.સી. રીન્યૂં કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતેથી વર્ક ઓર્ડર મળ્યો હતો. જેથી ફરિયાદીએ તા.05-04-2023  ના રોજ ગોધરા નગરપાલિકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇને એન.ઓ.સી. રીન્યૂં  કરવા અરજી કરી હતી. એનઓસી રીન્યૂં કરવા માટે રૂ.3500 ફી ભરી હોવા છતાં કામ ન થતા 03-07-2023ના ના રોજ ગોધરા ખાતે વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇને અધિકારીને મળતાં એનઓસી આપવા માટે રૂ.30 હજારની માંગણી કરી હતી.

ફરિયાદીએ રૂ. 30,000 ની  સગવડ થશે ત્યારે આપીશ તેમ કહ્યું હતુ અને હતી. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીના મિત્રોને આપેલી એનઓસી રદ કરી નાખવાની વાત કરીને લાંચ માંગી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકાનું આયોજન કરીને એસ.ટી.બસ સ્ટેન્ડ લુણાવાડામાં અધિકારીને લાંચના રૂપિયા 30 હજાર લેતા ઝડપી પાડ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch