Fri,18 October 2024,1:13 pm
Print
header

Accident: લખનઉમાં બેકાબુ ટ્રક ઝૂંપડામાં ઘૂસી ગઈ, દંપત્તિ અને બે બાળકોનાં મોત

મૃતક મહિલા 8 માસની ગર્ભવતી હતી

7 વર્ષની પુત્રીનો આબાદ બચાવ

લખનઉઃ અયોધ્યા હાઈવે પર બીબીડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ટ્રક બેકાબુ થઈને હાઇવે પરન એક ઝૂંપડામાં ઘુસી ગયું હતું. ઝૂંપડામાં સૂઈ રહેલા દંપતી અને તેમના બે બાળકોના કચડાઈ જવાથી મોત થયા હતા. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મહિલા આઠ માસની ગર્ભવતી હતી. દંપતિની સાત વર્ષની પુત્રી બચી ગઈ હતી.

બારાબંકીના જેતપુરમાં રહેતા ઉમેશ (35) ટાઇલ્સના કારીગર હતા. તે તેની પત્ની નીલમ (32), પુત્રો ગોલુ (4), સની (13) અને પુત્રી વૈષ્ણવી સાથે અયોધ્યા હાઇવે પર એક ઝૂંપડામાં રહેતા હતા. ગત રાત્રે આખો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો. રાત્રીના 1 વાગ્યાની આસપાસ ડમ્પર કાબુ બહાર જઈ ઝૂંપડામાં ઘુસી ગયું હતું. અકસ્માતમાં ઉમેશ, નીલમ, ગોલુ અને સનીના મોત થયા હતા. વૈષ્ણવી બચી ગઇ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતા. ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક નીલમ આઠ મહિનાની ગર્ભવતી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch