Fri,15 November 2024,10:16 am
Print
header

અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમનો સૌથી મોટો નિર્ણય, એક્સપર્ટ કમિટી, સેબીને 2 મહિનામાં રિપોર્ટ આપવા આદેશ

અદાણી ગ્રુપે સુપ્રીમ કોર્ટના આદેશને આવકાર્યો

સેબીને બે મહિનાની અંદર સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપવા કહ્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત મુદ્દાઓ પર નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે રોકાણકારોની સુરક્ષા માટે રેગ્યુલેટરી મિકેનિઝમ સંબંધિત મુદ્દાને ઉકેલવા માટે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં 6 સભ્યોની સમિતિની રચના કરી છે. રોકાણકારોની સુરક્ષા માટે આ મામલે અનેક અરજીઓ પણ થઇ છે.

સુપ્રીમ કોર્ટે સેબીને તેના નિયમોની કલમ 19નું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સેબીને 2 મહિનાની અંદર તપાસ કરીને સ્ટેટસ રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. સમિતિનો આદેશ ફ્રેમવર્કને મજબૂત કરવા, અદાણી વિવાદની તપાસ અને કાયદાકીય માળખું મજબૂત કરવાનો છે. સાથે જ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે, જેથી તેમને પણ ન્યાય મળવો જોઇએ.

અગાઉ CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે 17 ફેબ્રુઆરીએ આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચે નિષ્ણાતોના નામ ધરાવતા સીલબંધ કવરમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા સૂચનોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે દલીલ કરી હતી કે તે રોકાણકારોની સુરક્ષા જાળવવી જરૂરી છે.

અદાણી ગ્રુપે કહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે. SCએ નિષ્ણાત સમિતિની રચના કરી છે અને સેબીના નિયમોનું ઉલ્લંઘન અને શેરના ભાવમાં હેરાફેરી કરવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. સત્યનો વિજય થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch