Sat,21 September 2024,3:06 am
Print
header

ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ, ચાર વર્ષ બાદ વન ડેમાં આજે ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર- Gujarat Post

શ્રીલંકામાં આજે બંને ટીમો વચ્ચે થશે મુકાબલો

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન ચાર વર્ષ પછી ODI ફોર્મેટમાં અને પાંચ વર્ષ પછી ODI એશિયા કપમાં ટકરાશે. આ બંને ટીમો અગાઉ 2018માં ODI એશિયા કપમાં અને ચાર વર્ષ પહેલા 2019 વર્લ્ડ કપમાં ODI ફોર્મેટમાં ટકરાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ છેલ્લી ODI મેચોમાં ચોક્કસપણે પાકિસ્તાન પર પોતાની શ્રેષ્ઠતા નોંધાવી હતી, પરંતુ શનિવારે ફરી એકવાર જ્યારે એશિયા કપમાં આ બંને ટીમો સામ સામે ટકરાશે ત્યારે પાંચ વર્ષ પહેલાના સંજોગો અલગ હશે.

શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, શનિવારે પલ્લેકેલેમાં વાદળછાયું આકાશ અને વરસાદની સંભાવના છે. પલ્લેકેલેની વિકેટ પણ ઝડપી બોલરોની તરફેણ કરે છે.  પાકિસ્તાની અને ભારતીય બંને ફાસ્ટ બોલરોને આવી સ્થિતિ ગમશે. ઈશાન કિશન ટીમમાં હશે, પરંતુ તેનો બેટિંગ ઓર્ડર નક્કી નથી. તેણે આજ સુધી પાંચમા નંબર પર બેટિંગ કરી નથી અને મિડલ ઓર્ડરમાં તેની એવરેજ 22.75 છે.

ભારતની મજબૂત બેટિંગની સામે પાકિસ્તાનના ઝંઝાવાતી બોલરોના મુકાબલાને કારણે આ મેચ અંગે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આશરે 35 હજારની પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ચાહકોથી ચિક્કાર ભરાઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયામાં કોહલીની સાથે ગિલ, ઐયર, કિશન જેવા યુવા અને અનુભવી બેટ્સમેનોનું જબરજસ્ત કોમ્બિનેશન છે.પાકિસ્તાનની બોલિંગ આફ્રિદી, નસીમ શાહ તેમજ રઉફ સંભાળશે. પાકિસ્તાને મેચના એક દિવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી હતી. ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કરનારા ભારતના બુમરાહની સાથે શમીની ઘાતક બોલિંગ પાકિસ્તાનના બાબર-ઈમામ સહિતના બેટ્સમેનોને ભારે પડી શકે તેમ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch