Sat,16 November 2024,12:59 pm
Print
header

માર્ચની મોંઘેરી શરૂઆતઃ દૂધ બાદ LPG સિલિન્ડર થયું મોંઘો- Gujarat Post

(ફાઈલ તસવીર)

  • મોંઘવારીનો વધુ એક માર
  • અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના વધારા બાદ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો

નવી દિલ્હીઃ માર્ચ (march 2022) મહિનાની મોંઘીદાટ શરૂઆત થઈ છે. અમૂલ દૂધના ભાવમાં (amul milk price hike) લિટરે બે રૂપિયાના વધારા બાદ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના (commercial lpg price) ભાવમાં વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજથી એલપીજી સિલિન્ડરના નવા રેટ બહાર પાડવામાં આવ્યા છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો છે.

19 કિલોનો એલપીજી સિલિન્ડર આજથી દિલ્હીમાં 1907 રૂપિયાના બદલે 2012 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયામાં, મુંબઈમાં 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા નવો ભાવ થયો છે.

દેશમાં છેલ્લા થોડા મહિનાથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો, જો કે આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગયા છે. દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ભારતમાં હાલ ચૂંટણીનો માહોલ છે તેથી થોડા મહિનાથી પેટ્રોલ, ડીઝલ કે ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ મોટો વધારો થયો નથી.ચૂંટણી પૂરી થતાં જ આગામી સપ્તાહે ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch