Fri,15 November 2024,10:13 am
Print
header

અદાણી પર વધુ એક આરોપ, વિકિપીડિયાએ કહ્યું 40 પેઇડ યુઝર્સ પાસે લખાવી ખોટી વાતો- Gujarat Post

નવી દિલ્હીઃ હિંડનબર્ગના આરોપોના લગભગ એક મહિના પછી અદાણી ગ્રુપ પર નવા આરોપો લાગવાના શરૂ થઇ ગયા છે. વિકિપીડિયાએ હવે આક્ષેપ કર્યો છે કે ઓનલાઇન લોકોને ખોટી માહિતી આપવામાં આવી છે. ગૌતમ અદાણીએ, તેમના પરિવાર અને તેમના વ્યવસાય વિશે એક દાયકાથી બનાવટી અને ખોટી માહિતી ફેલાવી છે. જે માટે પેઇડ યુઝર્સ અને અદાણી કંપનીના કેટલાક કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ લોકોએ વિકિપીડિયા પરની માહિતીમાં છેડછાડ કરી હતી.

વિકિપીડિયાએ 20 ફેબ્રુઆરીના તેના રિપોર્ટમાં હિંડનબર્ગના છેતરપિંડીના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું છે કે અદાણી અને તેના સ્ટાફે વિકિપીડિયાના લેખોમાં છેડછાડ કરી હતી અને લોકોને ખોટી માહિતી આપી હતી.અદાણી પરિવાર અને તેમના કૌટુંબિક વ્યવસાયો વિશે 9 લેખો લખાયા હતા. તેમાં સુધારો કરીને ખોટી માહિતી અપાઇ હતી.

જો કે બાદમાં લેખો લખનારા આ તમામને બ્લોક કરી દેવામાં આવ્યાં હતા. વિકિપીડિયામાં કોઈપણ વ્યક્તિ પેજ અથવા લેખમાં ફેરફાર કરી શકે છે, પરંતુ તે નિષ્પક્ષ રીતે હોવું જોઇએ, નહીં તો કંપની આ મામલે કાર્યવાહી કરી શકે છે. હવે જોવું રહ્યું અદાણી આ મામલે શું નિવેદન આપેે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch