Sat,21 September 2024,12:47 am
Print
header

કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત

ટોરેન્ટોઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના સ્થાનિક રાજકારણને મહત્વ આપવા ભારત પછી હવે રશિયા પર નિશાન સાધ્યું છે. યુક્રેન સાથેના યુદ્ધને લઈને પહેલાથી જ રશિયાને ઘેરી ચૂકેલા ટ્રુડોએ હવે તેના પર ખાદ્ય અને ઉર્જા સંકટ સર્જવાનો આરોપ લગાવ્યો છે. તેમણે યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આયોજિત બેઠકમાં કહ્યું કે રશિયાએ હાલમાં જ ખાદ્ય અને ઉર્જાનું હથિયાર બનાવ્યું છે.

ટ્રુડોએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "રશિયાએ ઉર્જા અને ખાદ્યપદાર્થોનું હથિયાર બનાવ્યું છે, જેને કારણે લાખો લોકો તેની અછતથી પીડાઈ રહ્યાં છે. ખાદ્ય કટોકટીને કારણે ભૂખમરાની સ્થિતિ ઉભી થઈ રહી છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડા કટોકટીથી સૌથી વધુ પ્રભાવિત છે. અમને નથી લાગતું કે અમારે યુક્રેન માટે સમર્થન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-વૈશ્વિક વિકાસ મુદ્દા વચ્ચે પસંદગી કરવી પડશે. અમારા માટે જવાબદાર પગલું એ બંનેને પસંદ કરવાનું છે, જે અમે પૂરી તાકાત અને નાણાંકીય પ્રતિબદ્ધતા સાથે કરી રહ્યાં છીએ.

ટ્રુડોએ રશિયાને યુક્રેનમાંથી તુરંત જ સૈનિકો હટાવવાનું આહ્વવાન કર્યું અને કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલી લડાઈ કેનેડાની પણ લડાઈ છે. તેમણે કહ્યું કે આ અમારો સંયુક્ત સંઘર્ષ છે, તેમાં કોઈને શંકા હોવી જોઈએ નહીં. ટ્રુડોએ રશિયાને શાંતિની સલાહ આપતા કહ્યું કે બંને દેશો વચ્ચે શાંતિ નિયમોના સન્માન પર આધારિત હોવી જોઈએ. આ શાંતિ માનવતાવાદ અને સહિયારા મૂલ્યો પર આધારિત હોવી જોઈએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch