Sat,21 September 2024,6:05 am
Print
header

આણંદના પૂર્વ કલકટરે ઓફિસને જ બનાવી દીધી હતો હવસનો અડ્ડો ! એક પછી એક બાબુઓના કારનામાઓનો થઇ રહ્યો છે પર્દાફાશ

એક મહિલા કર્મચારીએ જ કેમેરા મુકીને ગઢવીનો પર્દાફાશ કર્યો

અન્ય મહિલા કર્મચારીઓ પણ પીડિત હોવાની આશંકા

આ અધિકારી મહિલાઓને બોલાવીને કેબિનમાં જ બેસાડી રાખતા હતા

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બાબુઓ બેફામ બની રહ્યાં છે,  જમીન કૌભાંડ કેસમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે કાર્યવાહી ચાલી રહી છે, તેવામાં હવે મહિલા સાથે ઓફિસમાં રંગરેલિયા મનાવવા બદલ આણંદના કલેકટર એસ.કે.ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જેઓ મહિલા સાથે ઓફિસમાં જ ન કરવાનું કામ કરી રહ્યાં હતા, જેની ફરિયાદ સીએમઓ સુધી પહોંચ્યાં બાદ તેમને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. તેઓ અગાઉ ખેડાના ડીડીઓ હતા ત્યારે પણ કોઇ મહિલા કર્મચારી સાથે અયોગ્ય વર્તન કર્યું હતુ.

રાજ્યમાં જેના માટે મોટી જવાબદારી છે તેવા જ ઉચ્ચ અધિકારીઓ બેફામ બની રહ્યાં છે, લાંગા જેવા અધિકારીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને સરકારી તિજોરી ખાલી કરી અને બેફામ બનીને રૂપિયા બનાવ્યાં, ત્યાં હવે ડી.એસ.ગઢવી જેવા અધિકારીઓએ પોતાના પદની ગરિમા લજવી અને ઓફિસમાં ન કરવાના ધંધા શરૂ કર્યાં, જેના પરથી એ તો નક્કિ છે કે રાજ્યની સરકારી ઓફિસોમાં મહિલાઓ સુરક્ષિત નથી, સરકારે આવા કિસ્સાઓમાં અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch