Sat,16 November 2024,7:09 pm
Print
header

મોદી બાદ વધુ એક દિગ્ગજ નેતાની સુરક્ષામાં ચૂક, સ્ટેજ પર આધેડ છરી લઈને ધસી આવ્યો પછી.. Gujarat Post

(છરી સાથે સ્ટેજ પર ધસી આવેલો શખ્સ)

શખ્સે માઇક પરથી જયશ્રી રામના નારા લગાવ્યાં

માઇક બંધ કરી દેતાં છરી કાઢીને જયશ્રી રામ નહીં બોલો તો જાનથી મારી નાખવાની આપી ધમકી

નવી દિલ્હીઃ પંજાબ પ્રવાસમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક બાદ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં પણ ચૂકનો મામલો સામે આવ્યો છે. કાશીપુરમાં એક વ્યક્તિ છરી સાથે રાવતના મંચ પર પહોંચી ગયો હતો. પછી કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિને કારણે સમગ્ર દેશમાં હંગામો મચી ગયો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવ્યા હતા.જાહેર સભા બાદ અચાનક એક આધેડ વ્યક્તિ છરી સાથે સ્ટેજ પર ચઢી જતાં ગભરાટ ફેલાયો હતો. જો કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ તેને નીચે ઉતાર્યો હતો, છરી પોતાના કબજામાં લઈને તેને પોલીસને હવાલે કર્યો હતો.  

પૂર્વ સીએમ હરીશ રાવત મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસની સદસ્યતા અભિયાનમાં ભાગ લેવા આવ્યાં હતા. રાવત પોતાનું સંબોધન પૂરું કરીને નીચે આવ્યા ત્યારે એક આધેડ અચાનક સ્ટેજ પર પહોંચી ગયો અને તેણે માઈક પરથી જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસના કાર્યકરોએ આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો અને માઈક બંધ કરી દીધું, ત્યારે નારાજ આધેડ અચાનક છરી કાઢીને જય શ્રી રામ નહીં બોલે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પછી મંચ પર હંગામો મચી ગયો હતો. કોંગ્રેસ નેતા પ્રભાત સાહનીએ અન્ય કાર્યકરો સાથે શખ્સને પકડી લીધો અને છરી પોતાના કબજામાં લીધી હતી.આ પછી તેને પોલીસને હવાલે કરી દીધો.કોંગ્રેસનો આરોપ છે કે આ વહીવટી તંત્રની મોટી ભૂલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch