કોલકાતાઃ શુક્રવારે કોલકાતાની સરકારી હોસ્પિટલમાં મૃત હાલતમાં મળી આવેલી તાલીમાર્થી ડૉક્ટર યુવતીના પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ છે કે હત્યા કરતા પહેલા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. બીજા વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટે ગુરુવારે મોડી રાત્રિનું ભોજન લીધું હતું, ત્યારબાદ તે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં અભ્યાસ કરવા ગઈ હતી. 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર બીજા દિવસે સવારે બેભાન હાલતમાં મળી આવી હતી.
સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી હોસ્પિટલ બહારનો શખ્સ હતો, તેમ છંતા તે કોલેજના વિવિધ વિભાગોમાં વારંવાર આવતો હતો. આરોપીઓની ધરપકડ બાદ તેને કડક સજા થાય તેવી માંગ સાથે મેડિકલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા.
ઈન્ટર્નની પણ મોડી રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી
પીજીટી ડોક્ટરના મૃત્યુંની તપાસના સંદર્ભમાં પોલીસે શુક્રવારે રાત્રે બે ઈન્ટર્ન ડોક્ટરોની પૂછપરછ કરી હતી. શુક્રવારે કોલકાતાની એક સરકારી હોસ્પિટલના સેમિનાર હોલમાં ફરજ પરની પીજીટી ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.
પરિવારજનોની હાજરીમાં લાશ મળી
કોલકાતા પોલીસના અધિકારી સીપી વિનીત ગોયલે કહ્યું કે જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેનાથી ખૂબ જ દુઃખી છીએ. સવારે 10.30 વાગ્યે તાલા પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વિદ્યાર્થીઓની હાજરીમાં અને તેના પરિવારને લાશ આપવામાં આવી હતી.
SIT ટીમ બનાવી
પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને ડોકટરો હાજર હતા. પોલીસે 7 સભ્યોની SITની રચના કરી છે. જે પણ પુરાવા મળ્યાં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હત્યા પહેલા બળાત્કાર
મૃતક ડોક્ટર હોસ્પિટલના છાતી રોગના સારવાર વિભાગની બીજા વર્ષની વિદ્યાર્થીની હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન હતા. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં તેમની પુત્રી પર બળાત્કાર કરાયો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી અને સત્ય છુપાવવાના પ્રયાસો પણ કરાયા હતા.જો કે પોલીસે એમ પણ કહ્યું છે કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ડૉક્ટર યુવતીની હત્યા કરતા પહેલા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ પીએમ મોદી – Gujarat Post | 2024-09-16 14:55:53
ઉદ્ઘાટનના થોડા કલાક પહેલા જ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદી સાંજે આપશે લીલીઝંડી – Gujarat Post | 2024-09-16 14:52:43
ગુજરાતની પ્રથમ ઘટના, ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી – Gujarat Post | 2024-09-16 14:49:42
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો | 2024-09-16 09:57:51
ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ, એક શંકાસ્પદ કસ્ટડીમાં: FBI | 2024-09-16 09:40:07
સૌથી મોટો શાબ્દિક હુમલો....રાહુલ ગાંધીને દેશનો નંબર-1 આતંકવાદી ગણાવતા કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ | 2024-09-15 20:49:43
પીએમ મોદીએ ઓનલાઇન ઝારખંડથી 6 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, વરસાદના કારણે જમશેદપુરનો રોડ શો કર્યો રદ્દ | 2024-09-15 11:28:14
વીડિયો...ભાજપના આ નેતાનો મહિલા સાથેનો વિવાદીત વીડિયો જોરદાર વાઇરલ, મહિલાને કરી રહ્યાં છે અડપલા | 2024-09-13 18:20:15
ફરીથી અદાણી ઉપર હિંડનબર્ગનો ઘટસ્ફોટ....સ્વિસ બેંકે અદાણીના 2600 કરોડ રૂપિયા બ્લોક કર્યાંનો ખુલાસો | 2024-09-13 11:55:26
સંપત્તિ વિવાદમાં રાક્ષસ બન્યો એક શખ્સ, સગાભાઈની સાથે ગર્ભવતી ભાભી અને ભત્રીજાની કુહાડીથી કરી નાખી હત્યા- Gujarat Post | 2024-09-13 10:34:42
પાકિસ્તાનમાં સગીર હિન્દુ યુવતી પર અત્યાચાર, અપહરણ કરીને વૃદ્ધ સાથે મદરેસામાં કરાવાયા નિકાહ | 2024-09-13 08:00:03
સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ ભોયાની ધરપકડ, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ACBએ ગુનો દાખલ કર્યો | 2024-09-12 18:27:02
ભારતને અમેરિકા પાસેથી મળશે શક્તિશાળી હથિયાર, પાકિસ્તાન- ચીન એન્ટી સબમરીન સોનોબોયની શક્તિથી થરથરી જશે | 2024-09-12 09:05:22