મહેસાણા: કડી તાલુકાના બોરીસણામાં એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્રારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં બે દર્દીઓના મોત થતા હોબાળો થયો હતો.
કડીના બોરીસણાના ગામ લોકોએ હાઇવે બંધ કરીને હાય હાયના નારા લગાવી રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ કડી થોળ હાઇવે બંધ કરીને સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર મામલે મૃતકોની ફરિયાદ દાખલ થઈ છે. સારવાર લઇ રહેલા અન્ય લોકોની ફરિયાદ દાખલ થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરીને તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જેમાં માત્ર પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવા માટે તમામને કોઇ ખાસ બિમારી ન હોવા છતા ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. જેમાં મહેશ બારોટ અને નાગરભાઇ સેનમાનું મોત થયું હતું.
આ અંગે ડૉ.પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઇઓ વિરૃદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 336(3), 318 અને 61 મુજબ ફરિયાદ નોંધીને વસ્ત્રાપુર પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56