Sun,06 October 2024,12:25 am
Print
header

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, લાખો ભક્તોએ કર્યાં દર્શન

ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગર ભ્રમણે નીકળ્યાં હતા

અમદાવાદઃ 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઇ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળ્યાં હતા. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યાં હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ હતો, ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જે બાદ રથયાત્રાની શરૂઆત થઈ હતી. આ પહેલા સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષોની તેમની પરંપરા મુજબ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આ સમયે તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.

રથયાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ શુભકામના પાઠવી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch