Sat,23 November 2024,3:20 am
Print
header

આત્મહત્યાનું કારણ આવ્યું સામે...તાંત્રિકવિધી કરીને યુવતીને વશમાં કરવા મિત્રએ જ મૃતક પાસે પડાવ્યાં હતા રૂ.4 લાખ

એક વર્ષ પહેલા યુવકે કરેલા આપઘાતના કેસમાં હવે ફરિયાદ નોંધાઈ

મૃતકની ચિઠ્ઠી મળતાં આપઘાતનું રહસ્ય ખૂલ્યું

અમદાવાદઃ શહેરના લાંભા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ (shocking incident in Lambha) સામે આવ્યો છે. લાંભામાં રહેતો યુવક એક યુવતીને એક તરફી પ્રેમ (onse sided love) કરતો હતો તેની જાણ મિત્રને કરી હતી. જેથી મિત્રએ તેનો ફાયદો ઉઠાવીને તે એક તાંત્રિકને ઓળખે છે તે તારી મનગમતી યુવતીને તાંત્રિક વિધિથી (tantrik vidhi) તારા વશમાં કરી દેશે કહીને રૂ. 4 લાખ પડાવી લીધા હતા. જેથી યુવક દેવાદાર થઇ જતા એક વર્ષ અગાઉ તેણે આપઘાત (suicide) કર્યો હતો. આ ઘટનામાં મૃતકની બહેને તેનો મોબાઇલ ફોન ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ અંગે અસલાલી પોલીસે (aslali police) મિત્ર સામે દુષ્પ્રેરણનો ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લાંભામાં રહેતા વૃદ્ધે અસલાલી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો 23 વર્ષીય પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તા.09-05-2023ના રોજ ઘરમાં ઉપરના માળે કસરત કરવા ગયો હતો, હીંચકાના કડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.  મૃતક યુવકનો ફોન ચેક કરતા આરોપી સાથે ઘણા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યાં હોવાનું જાણવા મળ્યું હતુ, જેથી પરિવારજનો તેના ઘરે જઇને પૂછતા તે તેમના પુત્રનો મિત્ર છે અને તેમનો પુત્ર કોઇ યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતુ.

જેથી આરોપીને રૂપિયાની જરૂર હોવાથી તેને મૃતક યુવકને વાતોમાં લઇને તાંત્રિક વિધિથી મનગમતી યુવતી સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું. એટલું જ નહી આરોપીએે તેને એક તાંત્રિક ઓળખે છે તે વિધિ કરીને તારી મનગમતી યુવતીને વશમાં કરી લેશે તેના બદલામાં તાંત્રિકને રૂપિયા આપવા પડશે કહીને તાંત્રિક વિધિના બહાને રૂ.4 લાખ પડાવી લીધા હતા. આરોપી કામધંધો કરતો ન હોવાથી તેણે રૂપિયા વાપરી નાખ્યા હતા. બીજી તરફ  એક ચિઠ્ઠી મળી હતી તે તેમની દિકરીએ પોતાની પાસે રાખી મૂકી હતી. ચિઠ્ઠીમાં આરોપીએ તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યુ હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch