Thu,14 November 2024,9:33 am
Print
header

અમદાવાદની આ હોસ્પિટલે રૂપિયા ખંખેરવા કરી નાખ્યાં ઓપરેશન, 2 દર્દીઓનાં મોત થતા હોબાળો- Gujarat Post

ખ્યાતિ હોસ્પિટલમાં બોરીસણાના ગ્રામજનો ઉમટ્યાં

હોસ્પિટલની વેબસાઇટ પર જે ડોક્ટરના નામો છે તેમાંથી એક પણ જાણીતા ડોક્ટર નથી

અમદાવાદઃ એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવાદમાં આવી છે. બોરીસણા 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ દર્દીઓને ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યાં હતા. ગામમાંથી 19 લોકો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યાં હતા.

સરકારી યોજના PMJAY ના રૂપિયા મેળવવા આચરવામાં આવ્યું આ કૌભાંડ

પૂર્વ સીએમ નીતિન પટેલે દર્દીઓની લીધી મુલાકાત, હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થશે

હોસ્પિટલમાં લાવ્યાં બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીઓનાં હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યાં હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોનાં મોત થઇ ગયા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. 5 દર્દીઓને હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. મેડીકલ ચેકઅપ કેમ્પ ટુ સરકારી યોજનાનો લાભ લેવા દર્દીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રીએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરીને જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ ખુબ જ ગંભીર પ્રકારના આક્ષેપો છે. અમે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટમાં આ મુદ્દે તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપ્યાં છે. જો કોઈ બેદરકારી અથવા મેડિકલ ભૂલ પુરવાર થશે, તો હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઋષિકેશ પટેલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch