Fri,22 November 2024,3:54 am
Print
header

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના આરોપી દિપક ઠક્કરના ઘરેથી લાખો રૂપિયા મળ્યાં, પૂછપરછ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટની શક્યતા- Gujarat Post

દિપક ઠક્કરના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા

રિમાન્ડ પૂર્ણ થયા બાદ 6 સપ્ટેમ્બરે ફરી કોર્ટમાં રજૂ કરાશે

રૂ. 2300 કરોડના ગેરકાયદેસર સટ્ટા કેસનો આરોપી છે દિપક

Ahmedabad News: માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ અને વાસણા શેર સટ્ટા ડબા કૌભાંડમાં 2300 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનો આરોપી દિપક ઠક્કર સ્ટેટ મોનીટરીંગ સેલ પાસે ચાર દિવસના રિમાન્ડ પર છે. પોલીસની ટીમે દિપક ઠક્કરના પિતા જ્યાં રહે છે તે થલતેજના ઘરે તપાસ માટે ગઇ હતી. બે બેન્ક લોકરની માહિતી મળતાં તે સીલ કરીને કેટલા રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી તેની વિગતો બેંક પાસે માગવામાં આવી છે.           

ક્રિકેટ સટ્ટાકાંડ કૌભાંડમાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર બુકી દિપક ધીરજલાલ ઠક્કરને સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ થલતેજમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ-8 ખાતેના ફ્લેટ ઉપર લઈને ગયા હતા. તેના માતા- પિતા અહીં રહે છે,આ એપાર્ટમેન્ટમાં તપાસ દરમિયાન 4.50 લાખ રૂપિયા  રોકડા મળી આવ્યાં છે. તેમજ દિપક ઠક્કર અને તેની પત્નીના નામે કાલુપુર બેન્ક અને કોટક મહિન્દ્રા બેંકમાં ખોલાવવામાં આવેલા બેન્ક ખાતાં તેમજ લોકરની જાણકારી મળી હતી.

બેંકના લોકર સીલ કરાવવા ઉપરાંત બન્નેના બેન્ક ખાતાં પણ ફ્રીજ કરાવાયા છે. દિપક ઠક્કર અને તેની પત્નીના નામે રહેલા બન્ને બેંકના ખાતામાંથી કેટલા રૂપિયાની લેવડ દેવડ થઈ છે તે અંગેની વિગતો પણ પોલીસે માગી છે. પોલીસનું કહેવું છે કે, બેંક લોકરની ચાવી હજુ મળી નથી. ચાવી મળતાં જ બન્ને બેન્ક લોકરમાં પણ તપાસ કરવામાં આવશે.

દુબઇથી તેની ધરપકડ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લુક આઉટ નોટીસ ઇસ્યું કરવા ઉપરાંત,ઇન્ટરપોલને દરખાસ્ત કરીને રેડ કોર્નર નોટીસ પણ ઇસ્યું કરવામાં આવી હતી, જે નોટીસના આધારે યુનાઇટેડ આરબ એમીરાતના સીઆઇડી ક્રાઇમ યુનિટે દિપક ઠક્કરની ધરપકડ હતી.  જેના આધારે ગુજરાતના ગૃહ વિભાગ મારફતે કેન્દ્રના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા યુએઇ પોલીસને પ્રત્યાર્પણની દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજુર થતા સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજીપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે ટી કામરિયા સહિતની ટીમ દુબઇ પહોંચી હતી અને દિપક ઠક્કરનો સત્તાવાર કબ્જો મેળવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch