Sun,23 June 2024,7:57 am
Print
header

Acb Trap News: રૂ.10,00,000 ની લાંચ લેનારા PI સહિત ત્રણ પોલીસકર્મીઓ પર Acb નો સકંજો, બે પકડાયા

અમદાવાદઃ એસીબીએ અમદાવાદમાં રૂપિયા 10 લાખની લાંચનો પર્દાફાશ કર્યો છે. બી.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પો.સ્ટેશન, શાહીબાગ, અમદાવાદ શહેર,વર્ગ-2, અમથાભાઇ કુવરાભાઇ પટેલ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, સાયબર ક્રાઇમ પો.સ્ટેશન, શાહીબાગ, વર્ગ-3, ગૌરાંગ દિનેશભાઇ ગામેતી, એ.એસ.આઇ, સાયબર ક્રાઇમ પો.સ્ટેશન, શાહીબાગ, વર્ગ-3 સામે મોટી કાર્યવાહી કરી છે.

આરોપીઓએ સિંધુભવન હોલની બાજુમાં, જાહેર રોડ પર રૂપિયા 10 લાખની લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા, ફરીયાદીની વિરુધ્ધમાં ક્રિકેટ સટ્ટા બેટીંગનો ગુનો સાયબર ક્રાઇમ પો.સ્ટેશનમાં દાખલ થયેલો, જેની ચાર્જશીટ ઝડપથી કરી આપવા ફરીયાદી પાસે લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદીની હેરાનગતિ થઇ રહી હતી અને તેઓ લાંચ આપવા માંગતા ન હતા. જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ લાંચનું છટકું ગોઠવીને બે આરોપીઓને પકડી પાડ્યાં છે, પીઆઇ પટેલ ફરાર છે, એસીબીની ટીમ તેમને શોધી રહી છે. ત્યારે તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમને પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.

ટ્રેપીગ અધિકારી: એન.એન.જાદવ,
પો.ઇન્સ.અમદાવાદ ગ્રામ્ય
એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: કે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch