Mon,18 November 2024,5:49 am
Print
header

અમદાવાદની હવા અતિ પ્રદુષિત, શ્વાસ લેવા લાયક પણ ન હોવાનો રિપોર્ટ

(પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદઃ મહાનગર અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સપાટીએ પહોંચ્યું છે. શહેરની હવા શ્વાસ લેવા લાયક પણ ન હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 306 પર પહોંચ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કરેલા ટ્વીટ પ્રમાણે, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ રિસર્ચ મુજબ અમદાવાદની એર ક્વોલિટી અતિ નબળી છે.શહેરના પિરાણાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 329, એરપોર્ટ વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 313 પર પહોંચ્યો છે. વાહનો અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રદુષણને કારણે શહેરની હવા ખરાબ થઇ રહી છે.

રાયખડનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 330 પર

નવરંગપુરાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 180 પર

રખિયાલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 228 પર

ચાંદખેડાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 290 પર

બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 252 પર

સેટેલાઈટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 262 પર

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch