Sun,17 November 2024,7:31 am
Print
header

અમદાવાદમાં દરેક પ્રાઈવેટ જગ્યાઓએ કોરોના વેક્સિન વગર નો એન્ટ્રી

અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધી AMC ની કચેરીઓ તેમજ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ જેવી કોર્પોરેશનની જગ્યાઓ, હોટલ, બસ AMTS, BRTS માં વેક્સિન વગર નો એન્ટ્રી હતી. પરંતુ હવે શોપિંગ મોલ, થિયેટરો, કલબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. અહેવાલ અનુસાર AMC ના આરોગ્ય વિભાગે આ જાહેરાત કરી છે, કહ્યું છે કે જે પણ વ્યક્તિએ બંને ડોઝ અથવા પહેલો ડોઝ લીધેલો હશે તેને જ આવા સ્થાનો પર પ્રવેશ મળશે, જો બીજા ડોઝ લેવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હોય અને વેક્સિન નહીં લીધી હોય તો પણ નો એન્ટ્રી રહેશે.

અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ વેક્સિન લે અને 100 ટકા વેક્સિનેશન થાય તે માટે AMC દ્વારા આ  પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 વેક્સિનના ડોઝ લાગ્યા. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ મળ્યો છે. બીજો ડોઝ 22,04,736 લોકોએ લીધો છે. શહેરમાં 97 ટકા નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો છે.પ્રાઈવેટ પ્રિમાઈસીસમાં પણ હવે વેક્સિન વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. જેમ કે, શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો પર એન્ટ્રી માટે વેક્સિનની સર્ટીફીકેટ બતાવવું પડશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch