Fri,22 November 2024,11:33 am
Print
header

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે હજુ વધુ વરસાદની કરી છે આગાહી

અમદાવાદઃ ગઇકાલથી અમદાવાદ અને રાજ્યના અનેક શહેરોમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે, અમદાવાદની વાત કરીએ તો આજે પણ શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે, કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે, વધારે પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.

અમદાવાદ સિવાય ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, નર્મદા ડેમના 15 દરવાજા પણ વરસાદને કારણે ખોલવામાં આવ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ છે.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે કરી વાત

કચ્છ, મોરરબી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની કારણે સ્થિતી ચિંતાજનક છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલાક કલેકટરો સાથે ટેલિફોનિક વાત કરીને સ્થિતીની સમીક્ષા કરી હતી. લોકોએ પણ આવી સ્થિતિમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ અને નદી તથા ડેમથી દૂર રહેવું જોઇએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch