Sun,17 November 2024,1:59 pm
Print
header

મ્યૂચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટમાં ચેન્નઈને પાછળ રાખતું અમદાવાદ, જાણો દેશમાં કેટલામો છે ક્રમ

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ મ્યૂચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટમાં ચેન્નઈને પણ અમદાવાદે પાછળ રાખી દીધું છે. સર્વોચ્ચ મ્યૂચ્યુઅલ ફંડ એસેટ બેસમાં અમદાવાદ દેશમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. કોરોના લોકડાઉન બાદ લોકો તેમના રૂપિયાનું સારું વળતર મળી રહે તે માટે બેંકોને બદલે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોવાથી આ શક્ય બન્યું છે

ફાયનાન્સિયલ એડવાઇઝરનું કહેવું છે કે 10,49,119 કરોડના અંદાજીત એયુએમ સાથે મુંબઈ ટોચ પર છે. 4,22,543 કરોડના એયુએમ સાથે દિલ્હી બીજા, 1,86,862 કરોડ સાથે બેંગ્લુરુ ત્રીજા, 1,41,072 કરોડ એયુએમ સાથે પુણે ચોથા, 1,29,961 કરોડના એયુએમ સથે કોલકાતા પાંચમા, 1,12,117 કરોડ સાથે અમદાવાદ છઠ્ઠા અને 92,252 કરોડ એયુએમ સાથે ચેન્નઈ સાતમા ક્રમે છે. આ શહેરોમાં મ્યૂચ્યુઅલ ફંડે વાર્ષિક સરેરાશ અનુક્રમે 12.7 ટકા, 21.1 ટકા, 41.5 ટકા, 25.8 ટકા, 25 ટકા, 40.5 ટકા અને 8.7 ટકા વળતર આપ્યું છે.

મ્યૂચ્યુઅલ ફંડની લોકપ્રિયતા પાછળ ઘણા કારણો છે. હકિકતમાં દેશમાં બેન્ક થાપણો પર હાલ બહુ ઓછું વ્યાજ મળ્યું છે. મોંઘવારીની તુલનામાં રિટર્ન લગભગ માઇનસ થઇ ગયુ છે. એવામાં રોકાણકારો પોતાના ટાર્ગેટ અને જોખમ લેવાની ક્ષમતાને જોતા સિપ મારફતે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં છે.અહીંયાં તેમને બેન્ક થાપણની તુલનાએ વધારે રિટર્ન મળી રહ્યું છે શેરબજારની વધારે અસ્થિરતાથી પણ બચી શકાય છે.

રિટેલ રોકાણકારોની વધી રહેલી ભાગીદારીને લીધે દેશના મ્યૂચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટો ગ્રોથ જોવા મળી રહ્યો છે.હકિકતમા ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણકારો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી/ સિપ મારફતે જંગી મૂડીરોકાણ કરી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch