Sat,16 November 2024,2:12 pm
Print
header

Breaking News- અમદાવાદ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે આવ્યો ચૂકાદો, 49 આરોપીઓ દોષિત, 28 ને નિર્દોષ છોડ્યા- Gujarat Post

ફાઇલ ફોટો 

અમદાવાદઃ 26 જુલાઇ 2008 ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે, જેમને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે, જ્યારે 28 ને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યાં છે. દોષિતોને આવતીકાલે સવારે કોર્ટ સજા સંભળાવશે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે આ કેસમં 1100 જેટલા સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને 500 જેટલી ચાર્જશીટ દાખલ કરાઇ હતી. હાલમાં આ કેસમાં 8 આરોપી વોન્ટેડ છે, જેમાંના કેટલાક પાકિસ્તાની પણ છે.

સ્પેશિયલ કોર્ટના જજ એ.આર.પટેલે આ કેસની સુનાવણી કરી છે, 26 જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં 20 જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 58 લોકોનાં મોત થઇ ગયા હતા અને 200 થી વધારે લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીને આ હુમલાની જવાબદારી લીધી હતી, શહેરમાં બોંબ બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કૂટર અને કારનો ઉપયોગ કરાયો હતો. શહેરમાં હાટકેશ્વર સર્કલ બજાર, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, AMTS બસ, સારંગપુર, ખાડિયા,નારોલ, સરખેજ, ઇસનપુર સહિત 20 જગ્યાઓએ બ્લાસ્ટ કરવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch