Fri,27 September 2024,4:45 pm
Print
header

Breaking news: અમદાવાદમાં CBI નો મોટો કાફલો ઉતર્યો, કોલ સેન્ટરને લઇને અનેક જગ્યાએ ઓપરેશન

(ફાઇલ ફોટો)

અમદાવાદઃ શહેરમાં દિલ્હી અને અન્ય રાજ્યોની સીબીઆઇની ટીમોએ સપાટો બોલાવી દીધો છે, અંદાજે 200 જેટલા અધિકારીઓની ટીમ શહેરના સરદારનગર, શાહીબાગ જેવા વિસ્તારમાં ત્રાકટી છે અને આરોપીઓની શોધખોળ થઇ રહી છે.

કોલ સેન્ટરને લઇને છેલ્લા ઘણા સમયથી અનેક ફરિયાદો ઉઠી છે, કોલ સેન્ટરમાં લોન, ઇન્કમટેક્સ સહિતના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવી છે, કરોડો રૂપિયાના હવાલા કૌભાંડમાં પણ ઉંડી તપાસ થઇ રહી છે.
 
કોલ સેન્ટરના ગોરખધંધા પર આ સૌથી મોટી રેડ છે અને આ દરોડાને કારણે અનેક માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની માહિતી છે, સીબીઆઈની ટીમના આ મોટા ઓપરેશન પછી કરોડો રૂપિયાની ગેરકાયદેસર લેવડ દેવડ સામે આવી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch