Fri,18 October 2024,2:05 pm
Print
header

લાંચિયાઓ પર સકંજો....અમદાવાદમાં CGST ના બે અધિકારીઓ રૂ 1 લાખ 25 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

અમદાવાદઃ ફરી એક વખત સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા છે. મોહંમદ રિઝવાન શેખ, નોકરી- સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્ષ, સી.જી.એસ.ટી. ઓડિટ, અમદાવાદ વર્ગ-2, કુલદિપ મુલચંદ કુસવાહ, ઇન્સ્પેક્ટર સી.જી.એસ.ટી, ઓડીટ, વર્ગ-3, ભૌમિક ભરતભાઇ સોની (પ્રજાજન) ને ઝડપી લેવામાં આવ્યાં છે.

શ્રી અંબીકા ટચના શોરૂમમાં, ઇસ્કોન આર્કેડ પાસે, સી.જી.રોડ પર લાંચ લેવામાં આવી અને એસીબીએ અહીં જ ટ્રેપ કરી હતી. ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદીની પેઢી ચલાવે છે. જે પેઢીના જુલાઇ-2017 થી માર્ચ-2023 નાં નાંણાકીય વર્ષના હિસાબોનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી શેખે નોટીસ મોકલી હતી, જે અન્વયે આરોપી કુલદીપે ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલી અને ઓડીટને લગતા જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલા, આ કાગળો સાથે ફરીયાદી બંને અધિકારીઓને મળ્યાં હતા.

બંને બાબુઓએ હિસાબોમાં ખામી કાઢીને દંડ પેટે રૂપિયા 35 લાખ ભરવા પાત્ર થાય છે તેમ જણાવીને દમ માર્યો હતો. બાદમાં 27, 000 રૂપિયાનું ચલણ બનાવીને બાકીની રકમ માફ કરવાનું નાટક કરાયું હતુ, તથા 1 લાખ 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમન એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં ખાનગી વ્યક્તિ લાંચ લેતા એસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો, બાદમાં બંને સરકારી બાબુઓ પણ પકડાઇ ગયા છે.

છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ જીએસટી વિભાગમાં લાંચના કિસ્સાઓ વધી રહ્યાં છે, વેપારીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે, પરંતુ સરકારી બાબુઓ લાંચ લેવાનું બંધ કરી રહ્યાં નથી, ત્યારે જો તમારી પાસે પણ કોઇ અધિકારી લાંચ માંગે છો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

ટ્રેપીંગ અધિકારી: એ.કે.ચૌહાણ,પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-1, ગુ.રાજ્ય, અમદાવાદ તથા ટીમ

મદદમાં: ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-3, ગુ.રાજ્ય, અમદાવાદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી: જી.વી.પઢેરીયા
મદદનીશ નિયામક, ફિલ્ડ-1, એ.સી.બી., ગુ.રાજ્ય, અમદાવાદ

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch