Mon,18 November 2024,10:15 am
Print
header

રૂ. 50 લાખનો તોડ હજુ તાજો છે અને હવે CID ના અધિકારીઓ પર તોડ કરવાનો સનસનીખેજ આરોપ

અમદાવાદઃ આણંદમાં RR સેલના કોન્સ્ટેબલ દ્વારા 50 લાખ રૂપિયાનો તોડ કર્યાંની ઘટનાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે જેની એસીબી દ્વારા ઉંડી તપાસ થઇ રહી છે, હવે બીજો એક તોડકાંડ ચર્ચામાં આવ્યો છે. આ વખતે આરોપ લાગ્યા છે CID ના અધિકારીઓ પર.

સીઆઇડી ક્રાઇમના CFCL સેલ દ્વારા બ્રાન્ડેડ કંપનીઓના લોગો વાપરીને નકલી વસ્તુઓનો વેપાર કરનારા વેપારીઓ સામે સકંજો કસાયો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગર સહિતના શહેરોમાં દરોડા કરીને તપાસ કરાઇ છે.

જેમાં વેપારીઓએ જ સનસનીખેજ આક્ષેપ કરતા CID ના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા કર્યાં છે. ગાંધીનગરના વેપારીઓએ પત્રકાર પરિષદ યોજીને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા તોડ કરવામાં આવતો હોવાના અને ધમકીઓ મળતી હોવાના આરોપ લગાવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. વેપારીઓએ આરોપ લગાવ્યાં છે કે દરોડા દરમિયાન મોબાઇલ કબ્જે કરી લેવાય છે અને સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવે છે. જે ગેરકાયદેસર છે. એક વેપારીએ જણાવ્યું તેની પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી છે અને આ ટીમ દ્વારા તોડ પણ કરવામાં આવ્યાં છે.

સીઆઇડી ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરી, એએસઆઇ વી.એમ.ચૌધરી અને પીએસઆઇ એસ.એ.પાટીલની ટીમ જ્યારે દરોડા કરે છે ત્યારે દુકાનોના સીસીટીવી બંધ કરાવીને રૂપિયા માંગવામાં આવતા હોવાના આરોપ છે. જે મામલે હવે ડીજીપી સુધી વેપારીઓએ ફરિયાદ પણ કરી છે. વેપારીઓના આરોપ છે કે સીઆઇડીના આ કર્મચારીઓ તેમને વેપાર કરવા દેતા નથી અને તેમની હેરાનગતિ વધી ગઇ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch