Mon,18 November 2024,1:47 am
Print
header

અમદાવાદીઓ સાવધાન ! દર મીનિટે આટલા લોકો થઈ રહ્યાં છે કોરોના સંક્રમિત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાંમા  ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે.  અંતિમ આંકડાઓ મુજબ 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે.

અમદાવાદ શહેરમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4207 કેસ નોંધાયા હતા. 751 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં, નવા નોંધાયેલા કેસની રીતે જોઈએ તો  દર કલાકે 175થી વધારે કેસ અને દર મીનિટે સરેરાશ 2.92 લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં વધુ 23 લોકોનાં મોત થયા હતા. એટલે કે સરેરાશ દર 64 મીનિટે એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે શહેરમાં માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોનની સંખ્યા 450 ઉપર પહોંચી ગઇ છે સતત નવા કેસ આવી રહ્યાં છે જેથી નાગરિકોએ સાવચેત થઇ જવાની જરૂર છે. માસ્ક પહેરવું જરૂરી છે જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળશો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch