Mon,18 November 2024,10:16 am
Print
header

અમદાવાદ: સાથળ પર સ્યૂસાઇટ નોટ લખીને ડૉક્ટરની પત્નીએ કર્યો આપઘાત

અમદાવાદ: ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાથળ પર પેનથી સ્યૂસાઇટ નોટ લખીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઓઢવ વિસ્તારમાં રહેતી યુવતીએ મેરેજ બ્યૂરોમાં પોતાનો બાયોડેટા આપ્યો હતો. ઘાટલોડિયામાં રહેતા અને ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર સાથે ગત ઓગસ્ટ મહિનામાં મેરેજ બ્યુરો થકી યુવતીના લગ્ન થયા હતા અને તેને આત્મહત્યા કરી લીધી છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, લગ્ન પછી સાસરીવાળા દહેજને લઈને તેમની દીકરીને પરેશાન કરતા હતા. તેમજ પતિ પણ માતા-પિતાનો પક્ષ લઈ મારઝૂડ કરતો હતો.જેથી  દીકરીએ કંટાળીને આપઘાત કર્યો છે.

યુવતી ઘણા દિવસોથી પિયરમાં આવી ન હોવાથી પતિ ડો. હિતેન્દ્ર તેને ઘરે મૂકવા આવ્યો હતો અને બાદમાં જતો રહ્યો હતો. જોકે, ત્રણ દિવસ બાદ હિતેન્દ્રનો યુવતીના ભાઈ પર ફોન આવ્યો હતો કે મારા માતા-પિતાનો તમારી બેન સાથે મનમેળ ન હોવાથી તેઓ ઘરમાં રાખવાની ના પાડે છે. જેથી તેને સાસરે મોકલતા નહીં.જે અંગે ઘરમાં વાત કરતા યુવતીએ જણાવ્યું હતું કે, પતિ હિતેન્દ્રના જન્મદિવસની ઉજવણી ધાબા પર કરતા હોવાથી આ વાત તેના સાસુ-સસરાને ગમી ન હતી. આ અંગે જે તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં તેના સાસુ અવારનવાર તેણીને જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહીના ત્રાસ આપતા હતા અને દહેજમાં 20 તોલા સોનાની માંગ કરીને માનસિક ત્રાસ આપતા હતા. ચોથી ફેબ્રુઆરીએ યુવતી ડૉ હિતેન્દ્રને સમજાવવા માટે હૉસ્પિટલ ખાતે ગઈ હતી. દરમિયાન પણ હિતેન્દ્ર તેને માર મારીને કાઢી મૂકી હતી.ત્યાર બાદ તે સતત માનસિક તણાવમાં રહેતી હતી. અંતે તેને ઝેરી દવા પીને સાથળ પર સ્યૂસાઇટ  નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હર્ષાના પિતાએ ફરિયાદ આપતા પોલીસે યુવતીના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch