Mon,18 November 2024,10:01 am
Print
header

GST બોગસ બિલિંગની તપાસમાં દારૂ મળ્યો, ઇલેક્ટ્રોથર્મ કંપનીના ટ્રકમાંથી સાહિત્યની સાથે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદઃ સ્ટેટ GST વિભાગ દ્વારા કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ થઇ રહી છે, જેમાં ગાંધીધામ, અમદાવાદમાં આવેલી ઇલેક્ટોથર્મ(ઇન્ડીયા) લી કંપનીની ઓફિસો અને અન્ય સ્થળોએ દરોડા કરાયા હતા, જેમાં અનેક કંપનીઓ સાથેના વ્યવહારો સામે આવ્યાં છે અને કરોડો રૂપિયાની કરચોરી ઝડપાઇ છે. જે કેસમાં ઉંડી તપાસ ચાલી રહી છે.

બીજી તરફ જીએસટીના અધિકારીઓને દારૂ પણ મળી આવ્યો છે. બાતમીને આધારે  ઇલેક્ટોથર્મ(ઇન્ડીયા) લી કંપનીના ટ્રકને રોકતા તેમાંથી 50 જેટલા બોક્સભરીને સાહિત્ય મળ્યું છે જે સ્ટેટ જીએસટી વિભાગે જપ્ત કર્યું છે. તેની તપાસ થઇ રહી છે, સાથે જ આ ટ્રકમાંથી વિદેશી દારૂની 900 નંગ બોટલો જપ્ત કરાઇ છે, જેની કિંમત 33 લાખ રૂપિયા જેટલી થાય છે. જેમાં જીએસટી વિભાગ દ્વારા સાંતેજ પોલીસને જાણ કરાતા પોલીસ વધુ તપાસ કરી રહી છે, બીજી તરફ ઇલેક્ટ્રોથર્મ કંપનીના સિક્યુરીટી ઇન્ચાર્જના ઘરે તપાસ કરતા અહીંથી પણ 4 બોક્સ ભરીને 62 નંગ વિદેશી દારૂ જપ્ત કરાયો છે. અન્ય એક બંગલા પરથી 36 દારૂની બોટલ મળી આવી છે. આ બે જગ્યાઓથી કુલ 98 વિદેશી દારૂની બોટલો જપ્ત કરાઇ છે. ત્યારે હવે આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch