Fri,15 November 2024,6:01 pm
Print
header

અમદાવાદમાં નકલી વિઝાનું સ્કેમ, ચાર લોકોને એટીએસે ઝડપી લીધા- gujaratpost

અમદાવાદઃ વિદેશ જવાની લોકોની લાલસાને કારણે કૌભાંડો વધી રહ્યાં છે, હવે કેનેડા મોકલવાના નામે નકલી વિઝા બનાવનાર 4 આરોપીઓને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. તેમની પાસેથી 5 પાસપોર્ટ અને અન્ય સામગ્રી જપ્ત કરાઇ છે. શહેરના નવા નરોડા નજીકથી આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ લોકો નકલી વિઝા આપીને લાખો રૂપિયા લેતા હોવાનું સામે આવ્યું છે.

નકલી પાસપોર્ટ અને નકલી સર્ટિફિકેટ બનાવીને આચરવામાં આવ્યું કૌભાંડ

પેપર પર નકલી બેન્ડ પણ લાવી આપવામાં આવતા હતા 

આરોપીઓ નકલી પાસપોર્ટ, નકલી બેન્ડ અને ખોટા સર્ટીફિકેટને આધારે લોકોને કેનડા મોકલતા હતા, આ કેસમાં માસ્ટર માઇન્ડ તરીકે નિલેશ પંડ્યાનું નામ ખુલ્યું છે, તપાસ થઇ રહી છે કે આ લોકોએ અત્યાર સુધી કેટલા લોકોને કેનડા અને અન્ય દેશોમાં મોકલ્યાં છે, થોડા સમય પહેલા પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આવા કૌભાંડો સામે આવ્યાં હતા.

ઘણા કિસ્સાઓમાં લોકો પણ વિદેશ જવાના નામે છેતરાયા છે, લોકોએ લાખો રૂપિયા આવી રીતે જ ગુમાવ્યાં છે, ડોલરની લાલચમાં આવા કૌભાંડીઓ ફાવી જાય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch