Fri,01 November 2024,4:59 pm
Print
header

ભાજપની સેન્સ પ્રક્રિયા, આ બેઠક પર 100 મૂરતિયાઓ ટિકિટ લેવા થયા તૈયાર, ઘાટલોડિયામાં માત્ર ભૂપેન્દ્ર પટેલની દાવેદારી- gujarat post

અમદાવાદઃ નવા વર્ષમાં ભાજપે વિધાનસભા ચૂંટણીને લઇને કવાયત તેજ બનાવી દીધી છે, ભાજપના નેતાઓ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે, જેમાં અમદાવાદની આસારવા બેઠક પર 100 લોકોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે, અહીં સેન્સ પ્રક્રિયા વખત બબાલ પણ થઇ હતી, આ બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બની છે.

બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર માત્ર તેમની જ દાવેદારી છે, તેમની ટિકિટ નક્કિ જેવું કહી શકાય, સુરતની મજૂરા બેઠક પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરીથી ટિકિટ આપવા જોરદાર રજૂઆત કરાઇ છે, તેઓ આ બેઠક પરથી બે વખત ચૂંટાઇ આવ્યાં છે.

મંત્રી રૂષિકેશ પટેલની વિસનગર બેઠક પર અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા તૈયારી બતાવી છે, આ જ રીતે રાજ્યમાં અનેક બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા કરાઇ હતી, ઘણી જગ્યાએ ભાજપમાં જ જૂથવાદ સામે આવ્યો છે અને ટિકિટને લઇને માથાકૂટો દેખાઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch