Mon,11 November 2024,2:14 am
Print
header

10 લોકોના હત્યારા તથ્યને કોર્ટમાં રજૂ કરાશે, કેસની તપાસ માટે કમિટી બનાવાઇ- Gujarat Post

અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત કારમાં સવાર તમામને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગઈકાલે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા સહિત 5 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો.

 આ કેસમાં ગઈકાલે પોલીસે બાપ- દિકરાને સાથે રાખીને જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે જગ્યાએ કાર અથડાવીને લોહીના ખાબોચિયાં ભર્યા હતા, ત્યાં જ બાપ-દીકરાએ કાન પકડીને જાહેરમાં ઉઠકબેઠક કરાવીને માફી માંગી હતી. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરવામાં આવશે. ઉપરાંત FSLના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કારની સ્પીડ 160 કિ.મીની હતી.

ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેસને લઈ સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ ટ્વિટ કરીને લખ્યુ, અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ આપ્યાં છે. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ અંગે તપાસ થશે. મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી છે.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી. અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જ્યારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની સરકારે જાહેરાત કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch