2021 હોસ્પિટલ ઓફ ધ યર, હેલ્થકેર ડિલિવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ, હેલ્થકેર ગુણવત્તા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ
અમદાવાદઃ સિવિલ મેડિસીટીની યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટીટ્યૂટને તેની પ્રસંશનીય કામગીરી માટે વધુ ત્રણ એવોર્ડ મળ્યાં છે દર્દીઓને મળતી સુવિધાઓ અને હોસ્પિટલના મેનેજમેન્ટની સારી કામગીરીને કારણે આ એવોર્ડ આપવામાં આવ્યાં છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર રાજ્ય કક્ષાની 1251 પથારી ધરાવતી હ્યદયની સારવારની હોસ્પિટલ છે જેને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ તરફથી 2021 હોસ્પિટલ ઓફ ધ યર, હેલ્થકેર ડિલિવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ, હેલ્થકેર ગુણવત્તા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલના એમ ત્રણ એવોર્ડ મળ્યાં છે.
— Nitin Patel (@Nitinbhai_Patel) August 6, 2021
યુએન મહેતા ઇન્સ્ટીટ્યૂટ ટેલી-કાર્ડિયોલોજી એપ્લીકેશન/ટેલી મેડિસીન ઇ-ક્રિટિકલ કેર સાથે અને એડવાન્સ કાર્ડિયાક આઇસીયુ ઓન વ્હીલ્સ સાથેની હાઇટેક ટેક્નોલોજી ધરાવતી સંસ્થા છે. અહી તમામ ઉંમરના બિમાર કાર્ડિયાક દર્દીઓ માટે વેન્ટિલેટર, આઇએબીપી, હેમોડાયાલિસિસ, ઇક્મો અને હાઇફ્લો ઓક્સિજન જેવી તમામ પ્રકારની જીવન રક્ષક સહાયતા ઉપલબ્ધ છે.
તાત્કાલિક હ્યદયરોગની મેડિકલ સારવાર માટે પ્રારંભિક 24 કલાક સુધી એડવાન્સ પેમેન્ટ વગર જીવન રક્ષક કાર્ડિયાક સારવાર પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આઇસીસી હેલ્થકેર એક્સલેન્સ એવોર્ડસ માટે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 2021 માન્યતા પ્રાપ્ત દેશમાં પશ્ચિમી ક્ષેત્રોમાં 300 બેડથી ઉપરની હોસ્પિટલો માટે (ખાનગી અને સરકારી) હોસ્પિટલ ઓફ ધ યર-જ્યૂરી એવોર્ડ, હેલ્થકેર ડિલિવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ-વિજેતા એવોર્ડ અને હેલ્થકેર ગુણવત્તા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
નેશનલ હેલ્થ ઓથોરીટી દ્વારા ગોલ્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ(ABPMJAY) એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ હોસ્પિટલ, ધ વીક-હંસા રિસર્ચ સર્વે 2019 અને 2016માં વીક-નીલ્સન સર્વે દ્વારા દેશની શ્રેષ્ઠ કાર્ડિયાક હોસ્પિટલોમાં પણ રેન્કીંગ પ્રાપ્ત થયેલ છે. હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ માટે સ્કોચ એવોર્ડ આયુષ્યમાન ભારત અને બાળ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK) અંતર્ગત પ્રશંસનીય કાર્ય માટે શાળા આરોગ્ય કાર્ડિયાક કાર્યક્રમ એવોર્ડ પણ મેળવેલ છે.
2021 હોસ્પિટલ ઓફ ધ યર, હેલ્થકેર ડિલિવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ, હેલ્થકેર ગુણવત્તા નિયંત્રણમાં શ્રેષ્ઠ એવોર્ડ મળતા નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે હોસ્પિટલના મેનેજમેન્ટ અને બધા જ સ્ટાફને અભિનંદન પાઠવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22