Sat,16 November 2024,2:23 pm
Print
header

Breaking News- અમદાવાદમાં બિલ્ડરો પર 25 જગ્યાઓએ આઇટીના દરોડા, શિલ્પ- શિવાલિક ગ્રુપમાં તપાસ- Gujarat Post

અમદાવાદમાં આઇટીના દરોડા 

શિલ્પ અને શિવાલિક બિલ્ડર પર દરોડા 

બ્રોકર ફર્મને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ 

25 સ્થળો પર આઇટી વિભાગનું ઓપરેશન 

અમદાવાદઃ આઇટી વિભાગે ફરીથી અમદાવાદમાં મોટા દરોડા કર્યાં છે, શહેરમાં એક સાથે 25 જેટલા ઠેકાણાં પર આઇટીની જુદી જુદી ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે જેમાં જાણીતા બિલ્ડપ ગ્રુપ શિવાલિક અને શિલ્પમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં IT વિભાગ દ્વારા એક સાથે 25 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. 

શિવાલિક ગ્રુપના ચિત્રક શાહ, તરલ શાહ, શિલ્પ ગ્રુપના યશ બ્રહ્મભટ્ટ, બ્રોકર દીપક નિમ્બાર્કના શારદા ગ્રુપ અને બ્રોકર કેતન શાહના ઓફિસ અને નિવાસસ્થાન સહિતના ઠેકાણાં પર દરોડા કરવામાં આવ્યાં છે.

આઇટી વિભાગ હાલમાં તપાસ કરી રહ્યું છે અને જુદી જુદી ટીમો આ તપાસમાં જોડાઇ છે, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે. થોડા સમય પહેલા પણ આઇટીએ અમદાવાદમાં જાણીતા ગ્રુપો પર દરોડા કરીને મોટી ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch