Sat,16 November 2024,10:13 pm
Print
header

ટેક્સ ચોરી કરનારી કંપનીઓ, એસ્ટ્રલ પાઇપ્સ, રત્નમણી મેટલ્સના રૂ.500 કરોડના બિન હિસાબી વ્યવહારો આવ્યાં સામે

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગની છેલ્લા 13 દિવસથી ચાલી રહેલી તપાસમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા છે, મોટી બ્રાન્ડ બની ગયેલી એસ્ટ્રલ પાઇપ્સને ત્યાં આઇટી વિભાગે દરોડા કર્યાં હતા. આઇટી વિભાગે એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સ પર પાડેલા દરોડામાં અત્યાર સુધી 500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા છે, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડાઇ ગઇ છે. એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનિયર અને રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવી અને કંપનીઓ સાથે જોડાયેલા અન્ય લોકોને ત્યાં તપાસ થઇ છે.

આઇટી વિભાગે અંદાજે 1.80 કરોડ રૂપિયાની રોકડ અને 8 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કર્યાં છે. આ બંને કંપનીઓ ટેકસ ચોરી કરી રહેલી માહિતીને આધારે આઇટી વિભાગના અધિકારીઓ 38 જેટલી જગ્યાઓ પર ત્રાટક્યાં હતા અને ટેક્સ ચોરીની તપાસ હજુ પણ ચાલી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch