Fri,15 November 2024,12:17 pm
Print
header

અમદાવાદની આ હોસ્પિટલમાં પંખા પર લટકી રહ્યો હતો નર્સનો મૃતદેહ, સ્યૂસાઇડ નોટમાં લખી છે આ વાત - Gujarat Post

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાંથી એક નર્સનો મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં કામ કરતી નર્સ ગુમ હતી. હવે હોસ્પિટલના સાતમા માળે આવેલા બંધ રૂમમાંથી આ નર્સનો મૃતદેહ મળી આવ્યો છે. હોસ્પિટલમાંથી જ નર્સનો મૃતહેદ મળતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને વધુ તપાસ હાથ ધરી છે.

એસએમએસ હોસ્પિટલમાં જીમી પરમાર નામની 24 વર્ષની નર્સ ફરજ બજાવતી હતી. 12 જાન્યુઆરીએ હોસ્પિટલથી જીમી પરત આવી ન હતી.પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં જીમી ગુમ થઈ હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ આજે હોસ્પિટલના સાતમા માળેથી જીમીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રૂમમાંથી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં જીમીએ લખ્યું છે કે, હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. આ નોટમાં તેને પ્રેમ પ્રકરણનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ આ તમામ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch