Sat,16 November 2024,10:35 am
Print
header

અમદાવાદઃ સાયલેન્સરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જાણો આ આરોપીઓ કેમ માત્ર સાયલેન્સર જ ચોરતા હતા ? Gujarat post

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપીને ફરાર થઇ જતી સાયલેન્સર ગેંગને પોલીસે ઝડપી લીધી છે, સરખેજ પોલીસે (Sarkhej police) ઈક્કો કારનું સાયલન્સર (car silencer) ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ ઇકો કારના સાઇલન્સરને જ ટાર્ગેટ કરતી હતી અને ચોરી કરતી હતી. હાલમાં પોલીસે સાડા સાત લાખ રૂપિયાના સાઇલેન્સર ચોરીના મુદ્દામાલ સાથે આ ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડયાં છે.  

આ ગેંગની સાયલેન્સર ચોરી પાછળની અસલી કહાની બાબતે પોલીસે જણાવ્યું કે આરોપીઓ માત્ર તેમાં રહેલી અમુક કિંમતી ધાતુ મેળવવા આ રીતે સાયલન્સર ચોરી કરતા હતા, જે ધાતુ વેચવા માટે તેઓને સામે લાખો રૂપિયા મળતા હતા. આરોપીઓ એક કાર લઈને આવતા નંબરપ્લેટ બદલી ચોરી કરવા નીકળતા હતાં. આ ટોળકીમાં પકડાયેલા આરોપીઓના નામ મુનફેદ ખાન મેવ, તરીક અનવર મેવ, અલ્તાફ હુસૈન મેવ અને મોહમદ રહીશ મેવ છે. આ ભેજાબાજ ચોર ટોળકી લેટેસ્ટ ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરી કરી તેમાં વપરાતા પ્લોડિયમ અને પ્લેટેનિયમ જેવી કિંમતી મેટલ કાઢી લેતા હતા. જેનો બજારમાં તેમને ઊંચો ભાવ મળતો હતો. આ ટોળકીએ હરિયાણામાં 18 થી વધારે ગુનાઓને અંજામ આપ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં સાઇલેન્સર ચોરીનો તરખાટ મચાવી ફરાર થઈ જતા હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch